અત્યારે ગુજરાતના હવામાનમાં પલટો આવી રહ્યો છે , કેટલીક જગ્યાએ કમોસમી વરસાદની પણ આગાહી છે . સામાન્ય રીતે આ પ્રકારનો વરસાદ માવઠા તરીકે ઓળખાતો હોય છે . હવામાનમાં જ્યારે અચાનક પલટો આવે છે ત્યારે આરોગ્ય પર એની વિપરીત અસર થાય છે કેમકે શરીર એના માટે તૈયાર હોતું નથી. બીજા શબ્દોમાં કહીએ તો શરીરની ઇમ્યુન સિસ્ટમને અચાનક પરિવર્તન સામે તૈયાર થતા વાર લાગે છે ખાસ કરીને એ લોકોની જેમની ઇમ્યૂનિટી પહેલેથી નબળી હોય છે . ઇમ્યુનિટી રોગપ્રતિકારક શક્તિ તરીકે પણ ઓળખાય છે . તો મહત્વનો મુદ્દો એ છે કે હજાર દર્દની એક દવા તો ભાગ્યે જ હોય છે પણ હજારો દર્દ પાછળનું મુખ્ય કારણ તો રોગપ્રતીકારક શક્તિ જ છે .
રોગપ્રતિકારક શક્તિ એ શરીરનું રક્ષણતંત્ર છે, જે તમને બેક્ટેરિયા, વાયરસ અને બીમારીના અન્ય કારણો સામે લડવામાં મદદ કરે છે. આ શક્તિ શ્વેત રક્તકણો (white blood cells), લસિકા નસો (lymphatic system), અને એક પૉલિસિસ્ટમ (antibodies)ના સંયોજને સાથે કાર્ય કરે છે. તો પાયાની વાત એ છે કે તમે તમારી ઇમ્યુનિટી પ્રત્યે જાગૃત થાવ ,કોઈ સારા ડોક્ટર પાસે ચેકઅપ કરાવો અનેવતેમની સલાહ પ્રમાણે બ્લડ રિપોર્ટ કરાવો અને આ પછી તેમને લખી આપેલ પ્રિસ્ક્રિપ્શનનું પાલન કરો .પ્રિસ્ક્રિપ્શનમાં દવા, અપલીમેન્ટરી દવા , હવા પાણી ખોરાક ,ઊંઘ વગેરે ઘણું હોઈ શકે .
Comments